News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. હજી તો એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યાં ગરમી દઝાડી રહી છે ત્યારે રાજ્યમાં અંધારપટ છવાઈ જવાની શક્યતા છે. રાજ્યના વીજ વિતરણ ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને સરકાર સાથેની વાતચીતનો કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી વીજ વિતરણ કર્મચારીઓની હડતાળને કારણે સમગ્ર રાજ્યને હાલાકી થવાની શક્યતા છે.
વીજ કર્મચારીઓની માંગણીઓના નિરાકરણ માટે સોમવારના મુંબઈમાં ઉર્જા મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ તે બેઠક નિષ્ફળ રહી છે. તો મંગળવારની ઉર્જા મંત્રી સાથેની બેઠક પણ રદ થઈ હતી. અનેક વીજ ઉત્પાદન અને કોલસા પુરવઠા કેન્દ્રો પર યુનિયનો દ્વારા છેડવામાં આવેલી હડતાળથી વીજ અછત સર્જાય તેવી શક્યતા છે. બીજી તરફ કોયના બંધનુ પાયથા પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. આથી જો હડતાળનો ઉકેલ નહીં આવે તો વીજ તંગી સર્જાવાના પ્રબળ સંકેતો જણાઈ રહ્યાં છે.
ખાનગીકરણ અને કામગાર વિરોધી નીતિઓના વિરોધમાં સોમવાર (28 માર્ચ) થી રાજ્યમાં ઘણા યુનિયનો હડતાળ પર છે. બેંક કર્મચારીઓની સાથે MSEDCLના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. જો કે, MSEDCL કર્મચારીઓની હડતાળને કારણે રાજ્યના ઘણા ભાગોમાં વીજ અછતનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે..
વીજકર્મચારીઓએ અનેક માગણી કરી છે, જેમાં મુખ્યત્વે MSEDCL, મહા નિર્મિતી કંપનીઓનું ખાનગીકરણ તાત્કાલિક બંધ કરવું, કેન્દ્ર સરકારની વીજળી (સંશોધન) બિલ 2021 ખાનગીકરણ નીતિનો વિરોધ, વીજ કંપનીઓમાં 30,000 કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કામદારોને 60 વર્ષ સુધીની ઉંમરના કામદારોને જોબ સુરક્ષા પ્રદાન કરવી, મહાનિર્મિત કંપની દ્વારા સંચાલિત હાઇડ્રોપાવર પ્લાન્ટ ખાનગી ઉદ્યોગકારોને સોંપવાની નીતિ તાત્કાલિક બંધ કરવું, ત્રણેય કંપનીઓમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, ચારેય કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓની ભરતી અને બદલીમાં રાજકીય દખલગીરીના મુદ્દા સામે અને ખાનગીકરણની નીતિ સામે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.