ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જૂન 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં પહેલા લેવલમાં આવતાં જિલ્લામાં અને શહેરોમાં મોટા ભાગનાં નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં છે, તો પાંચમા લેવલમાં આવતાં જિલ્લા અને શહેરમાં હજી પણ સખત નિયંત્રણ અને પ્રતિબંધ રહેવાનાં છે.
જાણો કયાં જિલ્લા અને શહેરોમાં કયા પ્રકારની છૂટછાટ મળવાની છે.
લેવલ 1માં અહમદનગર, ચંદ્રપુર, ધુળે, ગોંદિયા, જળગાંવ, જાલના, લાતુર, નાગપુર, નાંદેડ અને યવતમાળ આ 10 જિલ્લા આવે છે.
આ જિલ્લામાં તમામ પ્રકારની દુકાનો પહેલાં મુજબ ચાલુ થઈ જશે. એમાં મૉલ, દુકાન, મલ્ટિપ્લેક્સ અને નાટ્યગૃહનો સમાવેશ થાય છે. લોકલ ટ્રેનની સેવા પણ ચાલુ થશે, પરંતુ જો પૉઝિટિવિટી રેટમાં વધારો થયો તો એ મુજબ ટ્રેન બાબતે નિર્ણય લેવાશે. જિમ, સલૂન, બ્યુટી પાર્લર, સ્પા વેલનેસ સેન્ટર તથા સાર્વજનિક સ્થળો અને બગીચાઓ ખૂલી જશે. અહીં પબ્લિક ટ્રાન્સપૉર્ટ સર્વિસ ફરી ચાલુ થશે. ખાનગી ઑફિસ પૂર્ણ ક્ષમતાએ ચાલુ કરી શકાશે. સરકારી ઑફિસ પણ 100 ટકા ક્ષમતા સાથે ખૂલશે. થિયેટર તથા નાટ્યગૃહ ખુલ્લાં મુકાશે. લગ્નપ્રસંગમાં 100 ટકા હાજરીની મંજૂરી છે તથા અંતિમસંસ્કારમાં પણ લોકો જોડાઈ શકશે. ચૂંટણી પણ યોજી શકાશે.
લેવલ 2માં હિંગોલી અને નંદુરબાર જિલ્લાનો સમાવેશ થાય છે
આ શહેરોમાં 50 ટકા રેસ્ટોરાં તથા 50 ટકા મૉલ અને થિયેટર ખુલ્લાં રહેશે. પબ્લિક પ્લેસ, ગાર્ડન, વૉકિંગ ટ્રેક સંપૂર્ણ રીતે ખુલ્લાં રહેશે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરવાની પૂર્ણ છૂટ, ઍગ્રિકલ્ચરલ કામ કરી શકાશે. ઈ સેવા, જિમ, સલૂન, સ્પા સેન્ટર તથા વેલનેસ સેન્ટર 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લાં રહેશે. બસ ફૂલ કૅપેસિટી સાથે દોડશે. જિલ્લાની બહાર ખાનગી વાહન, બસ તથા અન્ય રાજ્યમાં જનારી લોકલ સેવા, ટૅક્સીને મંજૂરી રહેશે. ફક્ત લેવલ 5માં આવતા જિલ્લામાં જવા માટે ઈ પાસની આવશ્યકતા રહેશે.
લેવલ 3માં મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, થાણે, નાશિક, ઔરંગાબાદ, અકોલા, અમરાવતી, બીડ, ભંડારા, ગઢચિરોલી, ઉસ્મનાબાદ, પાલઘર, પરભણી, સોલાપુર, વર્ધા, વાશિમનો સમાવેશ થાય છે.
આ જિલ્લામાં નાગરિકો માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા હજી રાહ જોવી પડશે. અત્યાવશ્યક સેવામાં આવતી દુકાનો સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અઠવાડિયાના સાતેસાત દિવસ ખુલ્લી રહેશે. અત્યાવશ્યક સેવાને બાકાત કરતાં અન્ય દુકાનો સોમવારથી શુક્રવાર સુધી સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લી રહેશે, પણ શનિવાર અને રવિવારે દુકાનો બંધ રહેશે. રેસ્ટોરાં 50 ટકા કૅપેસિટી સાથે વીક-ડેમાં સાંજે ચાર વાગ્યા સુધી ખૂલી રહેશે. ત્યાર બાદ ફક્ત પાર્સલ સેવા આપી શકશે. મૉલ અને થિયેટર સંપૂર્ણ રીતે બંધ રહેશે. સાર્વજનિક મેદાન, વૉકિંગ ટ્રૅક, ગાર્ડન, સાઇક્લિંગ ટ્રૅક સવારના પાંચથી નવ વાગ્યા સુધી કરી શકાશે. સરકારી ઑફિસમાં 50 ટકા હાજરી અને ખાનગી ઑફિસ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. સિરિયલ અને પિક્ચરનાં શૂટિંગ ફક્ત સ્ટુડિયોમાં કરી શકાશે. લગ્નપ્રસંગમાં ફક્ત 50ની હાજરીને મંજૂરી, અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જોડાઈ શકશે. બપોરના બે વાગ્યા બાદ જમાવબંધી કાયમ રહેશે. સોશિયલ ગેધરિંગ માટે સાંજે ચાર વાગ્યા સુધી 50 ટકા સુધીની હાજરીને મંજૂરી હશે. કન્સ્ટ્રકશન માટે સાઇટ પર ફક્ત લેબર જ હાજર રહી શકશે તે પણ સાંજે ચાર વાગ્યા સુધી કામ કરી શકશે. ઈ-કૉમર્સ સેવાને પૂર્ણ છૂટ આપવામાં આવી છે.
લેવલ 4માં પુણે, બુલઢાણા, કોલ્હાપુર, રાયગઢ,રત્નાગિરિ, સાંગલી, સાતારા, સિંધુદુર્ગનો સમાવેશ થાય છે.
બસને 50 ટકા ક્ષમતા સાથે દોડાવી શકાશે. અત્યાવશ્યક સેવામાં આવતી દુકાનો સાંજના ચાર વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને અઠવાડિયાના સાતેસાત દિવસ ખુલ્લી રહેશે. બિન-અત્યાવશ્યક દુકાનો બંધ રહેશે. રેસ્ટોરાં ફક્ત પાર્સલ સેવા આપી શકશે. મૉલ અને થિયેટર સંપૂર્ણ રીતે બંધ રહેશે, સાર્વજનિક મેદાન, વૉકિંગ ટ્રૅક, ગાર્ડન, સાઇક્લિંગ ટ્રૅકનો ઉપયોગ સવારના પાંચથી નવ વાગ્યા સુધી કરી શકાશે. સરકારી ઑફિસમાં 25 ટકા હાજરી અનિવાર્ય. લગ્નપ્રસંગમાં ફક્ત 25ની હાજરીને મંજૂરી, અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જોડાઈ શકશે. બપોરના બે વાગ્યા બાદ જમાવબંધી કાયમ રહેશે. ઈ-કૉમર્સ સેવામાં ફ્કત અત્યાવશ્યક વસ્તુઓ વેચવાની છૂટ રહેશે.
લેવલ 5માં આવનારા જિલ્લાને કોઈ પ્રકારની છૂટ આપવામાં આવી નથી.
રાજ્યની બીજી લહેરમાં દર એક કલાકે 12 દર્દીઓનાં મોત, દેશના મૃત્યુદરમાં મહારાષ્ટ્ર છઠ્ઠા સ્થાને