ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે આજે દસમા ધોરણના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન વિશે જાહેરાત કરી છે. આ વિગતો જાહેર કરવામ માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “શાળાઓ દ્વારા લેવામાં આવેલી ધોરણ 9 અને 10ની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવશે.”
આ અંતર્ગત લેખિત પરીક્ષામાં 30 ગુણ, ગૃહકાર્ય અને પ્રોજેક્ટના 20 ગુણ અને બાકીના 50 ગુણ વિદ્યાર્થીએ નવમા ધોરણમાં મેળવેલા ગુણ પર આધારિત હશે. જૂન મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની અપેક્ષા ગાયકવાડે દર્શાવી હતી. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેમને કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે
ઉપરાંત કૉલેજમાં ઍડ્મિશન માટે કૉલેજ એન્ટરન્સ ટેસ્ટ (સીઈટી)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ પરીક્ષામાં 10 ધોરણના પાઠ્યક્રમ આધારિત સવાલો પુછાશે. આ પરીક્ષા ૧૦૦ માર્કની હશે, જેમાં મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન (MCQ) જ પૂછવામાં આવશે.