ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
દેશભરમાં આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના તમામ ભાગોમાં આ દિવસે પ્રાણીઓની બલિ આપવાની રિવાજ પૂર્ણ કરાઈ રહ્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિ એવી છે જે અનોખી રીતે આ બલિદાન આપવાની પ્રથાનો વિરોધ કરી રહી છે. કોલકાતાના આ 33 વર્ષીય વ્યક્તિનું નામ અલ્તાબ હુસેન છે, જેણે તહેવાર દરમિયાન પ્રાણીઓનાં બલિદાનના વિરોધમાં 72 કલાક ઉપવાસ કર્યા છે.
પ્રાણીઓના બલિદાનનો વિરોધ કરતાં અલ્તાબે એક મીડિયા હાઉસને કહ્યું છે કે “પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાની આવી પરંપરાઓ બંધ કરવી જોઈએ. પ્રાણીનું બલિદાન જરૂરી નથી એ બતાવવા માટે મેં 72 કલાક ઉપવાસ કર્યા છે.” અલ્તાબે 2014માં પ્રાણી અધિકારો માટે કામ કરવાની શરૂઆત કરી હતી, તે માંસાહારી ખોરાક ખાતો નથી અને ચામડાની બનાવટોનો પણ ઉપયોગ કરતો નથી.
અદાણીએ મુંબઈ ઍરપૉર્ટનો તાબો શું લીધો MNS પછી કૉન્ગ્રેસ અને શિવસેનાએ પણ અનાપશનાપ બયાનો આપ્યાં
ઉલ્લેખનીય છે કે અલ્તાબે ત્રણ વર્ષ પહેલાં તેનો ભાઈ બલિદાન આપવા માટે એક પ્રાણી ઘરે લાવ્યો હતો. એનો પણ જીવ બચાવ્યો હતો. આ પ્રાણીને જોઈને તે દુ:ખી થઈ ગયો અને પરિવારના સભ્યોનો વિરોધ કર્યો હતો.