ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન ૨૦૨૧
સોમવાર
મુસ્લિમ અને ક્રિશ્ચિયન મતો દ્વારા વર્ચસ્વ ધરાવતા કેરળમાં વિજય મેળવ્યા બાદ મુખ્ય પ્રધાને મુસ્લિમો પ્રત્યેની વફાદારી વ્યક્ત કરી છે. જાહેર થયેલા નવા નિયમ મુજબ હજયાત્રા પર જતા મુસ્લિમોને ફ્રન્ટલાઇન કામદારોની કૅટૅગરી આપવામાં આવી છે. હવે તેમને પ્રાથમિક ધોરણે વેક્સિન મળશે.
કેરળમાં 18થી 44 વર્ષના વયજૂથના લોકોને રસીકરણ માટે જાહેર કરાયેલા પ્રથમ પરિપત્રમાં 32 ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ છે. હવે બીજા પરિપત્રમાં, એમાં 11 નવા ઘટકો સામેલ કરવામાં આવ્યા છે, જેમાં હવામાન વિભાગ, મેટ્રો રેલ, જળવિતરણ અને હજયાત્રિકોને પણ આ યાદીમાં સાતમા ક્રમે સમાવવામાં આવ્યા છે. તેમને ફ્રન્ટલાઇન વર્કર્સની કૅટૅગરીમાં પણ મૂકવામાં આવ્યા છે, જ્યારે વિદેશ જતા વિદ્યાર્થીઓ હજી રસીકરણ માટે ભટકી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના હાંફી ગયો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા
ઉલ્લેખનીય છે કે સાઉદી સરકારે 17 જુલાઈથી હજયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. અગાઉની હજયાત્રા કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સરકારે હજયાત્રા જાહેર કરી છે અને રસી લીધા પછી જ સહભાગીઓને આવવાની પ્રથમ શરત મૂકી છે. જોકેવિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવી નથી, એને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.