ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર માલવિંદર સિંહ માલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
માલવિંદર સિંહ માલીએ પોતાના રાજીનામામાં કહ્યું છે કે હું સંપૂર્ણ રીતે માનું છું કે જમ્મુ -કાશ્મીર ભારતનો એક ભાગ છે, પરંતુ કલમ 370 અને 35 A અંગે હું માનું છું કે જે રીતે તેમને દૂર કરવામાં આવ્યા તે બંધારણનું ઉલ્લંઘન છે.
સલાહકારનું પદ સંભાળ્યા બાદ માલવિંદર સિંહ માલી દ્વારા આવા અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા, જેનાથી હંગામો મચી ગયો હતો.
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે નવજોત સિંહ સિદ્ધુને તેમના સલાહકારોને દૂર કરવા કહ્યું હતું.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા. નવજોતસિંહ સિદ્ધુએ તેના કાર્યકારી પ્રમુખ અને સલાહકારોની નિમણૂક કરી હતી, જેના કારણે હંગામો થયો હતો.
વાહ! ઑટો ઉદ્યોગમાં હવે આવશે તેજી, વાહનો પરના આ ટૅક્સને ઘટાડવા કેન્દ્ર સરકાર તૈયાર; જાણો વિગત