ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ગુજરાતના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગરના રાજભવનમાં યોજાયો હતો. ભાજપે રાજ્યમાં નવો રાજકીય પ્રયોગ 'નો રિપીટ થિયરી' અપનાવી છે. ભાજપના નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભાજપે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આ પ્રકારે 'નો રિપીટ થિયરી' અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
નવા પ્રધાનમંડળની રચના અંગે ભાજપના મોવડીમંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. એમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રીય નેતાઓ તેમ જ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી. આ શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમ જ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં કુલ 24 પ્રધાનોએ શપથ લીધા છે, એમાંથી 10 કૅબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા છે. એમાં બે મહિલા પ્રધાનનો પણ સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળમાં કુલ 25 પ્રધાનોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પ્રધાનમંડળની રચના બાદ સાંજે 4:30 વાગ્યે પ્રધાનમંડળની પ્રથમ બેઠક મળશે. એમાં પ્રધાનોને ખાતાંની ફાળવણી કરવામાં આવશે.
જુઓ આખું લિસ્ટ કોણ કોણ બન્યું પ્રધાન
10 કૅબિનેટ પ્રધાનોએ શપથ લીધા
1. રાજેન્દ્ર ત્રિવેદી
2. જિતુ વાઘાણી
3. હૃષીકેશ પટેલ
4. પૂર્ણેશ મોદી
5. રાઘવજી પટેલ
6. કનુભાઈ દેસાઈ
7. કિરીટસિંહ રાણા
8. નરેશ પટેલ
9. પ્રદીપ પરમાર
10. અર્જુનસિંહ ચૌહાણ
14 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા
ગજબ કહેવાય! હવે દૂધની શ્રેણીમાંથી બદામ અને સોયાનું દૂધ બહાર થઈ ગયું, ભારતીય ડેરી ઉદ્યોગના દબાણ હેઠળ લેવાયો આ નિર્ણય; જાણો વિગત
11. હર્ષ સંઘવી (સ્વતંત્ર હવાલો)
12. જગદીશ પંચાલ (સ્વતંત્ર હવાલો)
13. બ્રિજેશ મેરજા (સ્વતંત્ર હવાલો)
14. જિતુ ચૌધરી (સ્વતંત્ર હવાલો)
15. મનીષા વકીલ (સ્વતંત્ર હવાલો)
16. મુકેશ પટેલ
17. નિમિષા સુથાર
18. અરવિંદ રૈયાણી
19. કુબેર ડિંડોર
20. કીર્તિસિંહ વાઘેલા
21. ગજેન્દ્રસિંહ પરમાર
22.રાઘવજી મકવાણા
23. વિનોદ મોરડિયા
24. દેવાભાઈ માલમ