ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
આંધ્ર પ્રદેશમા આવેલા પ્રખ્યાત તિરુપતી બાલાજી દેશનું સૌથી શ્રીમંત દેવસ્થાનોમાનું એક ગણાય છે. બાધા પૂરી થતા જ ભક્તો અહીં તિરુપતિ બાલાજીના ચરણોમાં સોના-ચાંદીના દાગીના અને લાખો રૂપિયાનું દાન કરતા હોય છે. ભગવાન વ્યંકટેશ્ર્વરના આ પ્રસિદ્ધ મંદિરમાં એક જ દિવસમાં 84 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. ચર્ચા મુજબ બે હજાર વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ દિવસમાં આટલું મોટું દાન તિરુપતિ બાલાજીના ચરણોમાં આવ્યું છે.
તિરુપતિ બાલાજી મંદિરના મેનેજેન્ટના કહેવા મુજબ તિરુપતિ બાલાજીના 70 ભક્તે લગભગ 84 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ તમામ ભક્તોને મંદિર સંસ્થા તરફથી એક વિશેષાધિકાર તરીકે સેવા ટિકિટ મફત આપવામાં આવી છે.
તિરુપતિ ટ્રસ્ટ હાલ 230 કરોડ રૂપિયાના ખર્ચે શ્રી પદ્માવતી બાલરોગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરવાનું છે, તે માટે તે ભંડોળ ભેગુ કરી રહ્યું છે, જે હેઠળ આ યોજના ચાલુ કરવામાં આવી છે.
વાહ!!! મુંબઈના હોટસ્પોટ રહેલા આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકેય કેસ ના નોંધાયો.જાણો વિગત
આ હોસ્પિટલમાં દરિદ્ર રેખાની નીચે રહેલા બાળકો પર મફતમાં હૃદયના ઓપરેશન કરવામાં આવશે. રોજના 100 મફત ઓપરેશન કરવાનું લક્ષ્યાંક છે.
શ્રી પદ્માવતી બાલરોગ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના માટે ચાલુ કરવામાં આવેલી યોજના માટે તિરુપતી ટ્રસ્ટે 531 સ્પેશિયલ ટિકિટ બાજુએ રાખી છે. આ યોજના હેઠળ 28 ભક્ત અને અમુક કંપનીઓએ દોડ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ પ્રકારે પહેલા જ દિવસે તિરુપતીને વિક્રમી 84 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે.
આ પહેલા તિરુપતિ બાલાજીને 2018માં સૌથી વધુ દાન મળ્યું હતું. 2018માં એક જ દિવસમાં ભક્તે તિરુપતિ બાલાજીના ચરણોમાં 6.28 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું, જે એક વિક્રમ હતો. આ અગાઉ 2013માં એક ભક્તે 5.73 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.