ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોના ફેલાવાના જોખમને ધ્યાનમાં રાખીને હજી સુધી મહારાષ્ટ્ર સરકારે મંદિરો ખોલ્યાં નથી. સમાજસેવક અણ્ણા હજારે પણ સરકારને મંદિર ખોલવાને મુદ્દે ચેતવણી આપી ચૂક્યા છે, ત્યારે મુંબઈના કાંદિવલી પરામાં સોમવારે ભાજપના ઉત્તર મુંબઈના સાંસદ સહિતના નેતાઓએ વિરોધપ્રદર્શન કર્યાં હતાં. એથી પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા.
બ્રેક ધ ચેઇન હેઠળ તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. અન્ય રાજ્યમાં પણ મંદિરો ખૂલી ગયાં છે, તો મહારાષ્ટ્રમાં કેમ મંદિર ખોલવામાં આવતાં નથી એ મુદ્દે ભાજપ સતત રાજ્ય સરકારને ઘેરી રહી છે ત્યારે સોમવારના સવારના કાંદિવલીમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી, કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકર, વિધાનસભ્ય યોગેશ સાગર સહિત ભાજપના કાર્યકર્તાઓએ મંદિર ખોલવાની માગણી સાથે આંદોલન કર્યાં હતાં. એથી કાંદિવલી પોલીસે આ નેતાઓને અટકાયતમાં લીધા હતા.
અબુ આઝમીને તલવાર સાથે જન્મદિવસ મનાવવાની છૂટ છે.
થાણેમાં દહીંહાંડીની ઉજવણીની જાહેરાત કરનારા મનસે નેતાને પોલીસે લીધો અટકાયતમાં; જાણો વિગત
દેવડાના ઘરમાં શાહીલગ્ન સમારંભ રાખવામાં આવે છે, તો પછી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી કેમ આપવામાં આવતી નથી એવા સવાલ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
Join Our WhatsApp Community