ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી રદ કરી નાખી છે. છતાં સરકારના આદેશ વિરુદ્ધ થાણેમાં દહીંહાંડીની ઉજવણી માટે સ્ટેજ બાંધનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણેના જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવને પોલીસે તાબામાં લીધો હતો. એથી થાણેમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
સોમવારે સવારના મનસેના નેતા અવિનાશે થાણેમાં દહીંહાંડી માટે મોટો સ્ટેજ બાંધ્યો હતો, ત્યાર બાદ તે ત્યાં જ ભૂખહડતાળ પર બેસી ગયો હતો. એથી પોલીસે તેને અને તેના સાથીદારોને તાબામાં લીધા હતા અને સ્ટેજ કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં થાણેમાં મનસેએ દહીંહાંડી ઉત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. કોરોનાને લગતા નિયમોનું પાલન કરીને ઉજવણી કરાશે એવો દાવો પણ મનસેએ કર્યો હતો.