ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જૂન ૨૦૨૧
ગુરુવાર
મહાવિકાસ આઘાડી સરકારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કેહેફકીન બાયો ફાર્માસ્યુટિકલ કૉર્પોરેશન વાર્ષિક ધોરણે 22 કરોડ રસીનું ઉત્પાદન કરી શકે છે અને 16 કરોડ રસી વાર્ષિક ધોરણે આપી શકે છે. રાજ્ય સરકારે કેન્દ્રનું ધ્યાન દોર્યું છે કે હેફકીન તરત જ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરી શકે છે, જે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં આપી શકાશે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, " ICMRના માર્ગદર્શન હેઠળ મિશન કોવિડ સુરક્ષા હેઠળ રસી તકનીક હેફકિનને આપવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. આ ઉપરાંત, હેફકિને પહેલાંથી કોવેક્સિનના નિર્માણ માટે ફ્રેન્ચાઇઝી તરીકે પોતાની નિમણૂક કરવાની વિનંતી ભારત બાયોટેકને કરી છે. ભારત બાયોટેકે સૈદ્ધાંતિક રૂપે સંમતિ આપી છે અને હેફકીને પરેલ ખાતેની તેની ઉત્પાદન સુવિધામાં તકનિકી સ્થાપનાને સુધારવા સૂચવ્યું છે. આ માટે રાજ્ય સરકાર હેફકીનને ૮૦ કરોડ રૂપિયા આપશે.”
ઉલ્લેખનીય છે કે આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મીડિયા હાઉસને કહ્યું કે હેફકીનને રસી ઉત્પાદનમાં જરૂરી અનુભવ અને કુશળતા પ્રાપ્ત છે. એ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, જંતુનાશક પદાર્થો, મલમ, ઇન્જેક્ટેબલ્સ, સિરપ પણ બનાવે છે.