ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોના વાયરસ પર ગાળિયો કસવા માટે વેક્સિનને કારગર હથિયાર માનવામાં આવે છે, સરકાર દ્વારા પણ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે, બીજી બાજુ લોકો પણ વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના થાણેમાં બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી લેવા આવેલા એક વ્યક્તિને હડકવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જો કે આ ઘટના સામે આવ્યા બાદ આ મેડિકલ સેન્ટરના એક તબીબ અને એક નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, આ વ્યક્તિનું નામ રાજકુમાર યાદવ છે અને તે થાણેનો રહેવાસી છે. થાણેના કલવા વિસ્તારમાં આવેલા એક આરોગ્ય કેન્દ્રમાં આ વ્યક્તિ રસી લેવા માટે ગયો હતો. પરંતુ તે આકસ્મિક રીતે હરોળ વિરોધી ઇન્જેક્શન આપવામાં આવી રહી હતી તે લાઈનમાં ઉભો હતો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે પેપર જોયા વગર ત્યાં હાજર નર્સે તેને કોરોના વેક્સિનને બદલે હડકવા વિરોધી રસી આપી દીધી. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે જિલ્લા વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ હતી.
મુંબઈવાસીઓને મતદારયાદીમાં નામ નોંધાવવા અને સુધારવાની તક ક્યારે? જાણો વિગત
આ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિના કાગળો તપાસવાની જવાબદારી નર્સની છે. નર્સની બેદરકારીને કારણે વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાયો. કાર્યવાહી કરીને નર્સને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ડોક્ટરોની ટીમ દ્વારા આ વ્યક્તિની દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઉલેખનીય છે કે, શહેરના કલવાની ઝૂંપડપટ્ટી વસાહતમાં સ્થિત આ આરોગ્ય કેન્દ્ર આસપાસના વિસ્તારના લોકોને વિવિધ રોગોની રસી પૂરી પાડે છે.