ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
રાજ્યમાં આવેલા પૂરે વિનાશ સર્જ્યો છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ખાસ કરીને રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પૂરનો માહોલ છે. આનાથી સામાન્ય લોકો ઉપરાંત ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ઘણી જગ્યાએ ઘરો હજી પાણીની નીચે છે. આવામાં રાજ્ય સરકારે આ પૂરપીડિતોને સહાય માટે નિ:શુલ્ક અનાજ અને કેરોસીનનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. આજે આયોજિત પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી છગન ભુજબળે આ માહિતી આપી છે.
પૂરની સ્થિતિને કારણે એવા ઘણા જિલ્લાઓમાં વિના વિલંબે મફત કેરોસીન વિતરણ કરવામાં આવશે. એવી જ રીતે, જ્યાં શિવભોજન કેન્દ્ર વહન કરવામાં આવ્યું છે અથવા જે વિસ્તારો પાણીમાં છે, ત્યાં અન્ય સ્થળોએથી શિવભોજનના પૅકેટ વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પૅકેટોના વિતરણ માટે તેમ જ લાઇટ વિનાનાં સ્થળોએ થાળીની નોંધણી માટે સ્થાનિક સ્તરે તેમની સિસ્ટમનો ઉપયોગ કરવા તહેસીલદારોને સૂચના આપવામાં આવી છે.
ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીની પ્રમુખ અચાનક અરુણાચલની સરહદે પહોંચ્યા; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આપત્તિગ્રસ્ત છ જિલ્લાઓમાં કુટુંબદીઠ 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને પાંચ લિટર કેરોસીન વિના મૂલ્યે આપવામાં આવશે. ભુજબળે માહિતી આપી છે કે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે આપત્તિગ્રસ્ત લોકોને અનાજ વિતરણ અંગે 8મી માર્ચ,2019ના સરકારના નિર્ણય મુજબ આ સહાય આપવામાં આવશે. એ જ રીતેજો તેઓને ઘઉં ન જોઈએ, તો તેમને ઘઉંના બદલે ચોખા આપવામાં આવશે. દરેક પરિવારને પાંચ કિલો દાળ આપવાનું પણ નક્કી કરાયું છે.