ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રમાં લૉકડાઉનની મુદત આગામી 1 જૂનના રોજ સમાપ્ત થઈ રહી છે, એવામાં આગળ શું થશે એવો પ્રશ્ન સામાન્ય જનતાને સતાવી કરી રહ્યો છે. આ બાબતે આજે મહારાષ્ટ્રમાં કૅબિનેટ મિટિંગ યોજાઈ હતી. મિટિંગ બાદ રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન યથાવત્ રહેશે, પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે ત્યાં માત્ર પ્રતિબંધો હળવા કરાશે.
ટોપેએ મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે “હજી પણ રાજ્યના ૨૧ જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. એથી જે જિલ્લાઓમાં કેસ ઘટી રહ્યા છે ત્યાં રાહત આપવામાં આવી શકે છે, જેની માર્ગદર્શિકા થોડા દિવસોમાં બહાર પાડવામાં આવશે.” મહારાષ્ટ્રમાં અચાનક કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતાં એપ્રિલ મહિનામાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું.
કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે મહત્વપૂર્ણ સમાચાર : હવે આ ભાષામાં ફાઈલ કરવો પડશે ઑડિટ રિપૉર્ટ
ઉલ્લેખનીય છે કે આ બાબતે રાજ્યના રાહત અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે મીડિયાને જણાવ્યું હતું કે “મહારાષ્ટ્રમાં લૉકડાઉન તબક્કાવાર ખોલવામાં આવશે. લોકલ ટ્રેનમાં પણ ૧૫ જૂન સુધી સામાન્ય જનતાને પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ.” જોકેરાજ્યના ૧૫ જિલ્લાઓ રેડઝોનમાં છે ત્યાં કોઈ પણ રાહત આપવામાં આવશે નહિ, એવી સ્પષ્ટતા રાજેશ ટોપેએ અગાઉ જ કરી હતી.