ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧
સોમવાર
હવામાન વિભાગે મુંબઈ મહાનગર વિસ્તાર સહિત કોંકણના તમામ જિલ્લાઓમાં 9થી 12 જૂન સુધીના ચાર દિવસમાં અતિવૃષ્ટિની આગાહી કરી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંબંધિત વિભાગોને એકબીજા સાથે કામ કરવા અને સંકલન કરવાની સૂચના આપી હતી. તેમણે એમ પણ નિર્દેશ આપ્યો છે કે ખતરનાક ઇમારતો, અસરગ્રસ્ત વિસ્તારો અને નીચલા વિસ્તારોના નાગરિકોને સલામત સ્થળોએ સ્થાનાંતરિત કરવા જોઈએ.
કોવિડ સહિત દર્દીઓની સંભાળમાં અન્ય કોઈ પ્રકારે આ સમયગાળા દરમિયાન ખલેલ ન પહોંચે એ સુનિશ્ચિત કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે ભારે વરસાદના આ સમયગાળા દરમિયાન NDRF અને SDRF એકમોને તહેનાત કરવામાં આવશે. મુંબઈ શહેરમાં અનેક સ્થળોએ વિકાસ કાર્ય ચાલી રહ્યું છે, આ કામનો કાટમાળ રસ્તા પર છે. એથીસંબંધિત એજન્સીઓએ કાળજી લેવી જોઈએ આવા વિકાસ કાર્યનાં સ્થળો પર વરસાદનું પાણી જમા ન થાય.
આ રાજ્યમાં હજ પર જતા મુસ્લિમો થઈ ગયા ફ્રન્ટલાઇન વર્કર; પ્રાથમિક ધોરણે મળશે વેક્સિન, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાને તંત્રનું ધ્યાન પણ એ તરફ દોર્યું હતું કે જો કોવિડ સમયગાળા દરમિયાન કોવિડ અને ચોમાસાના મલેરિયા જેવા રોગો એકસાથે આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.