News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા અજિત પવાર(Ajit Pawar) જે અત્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાપદ પર ચૂંટાયા છે તેમના એક વિવાદાસ્પદ નિર્ણય ને નવી સરકારે(New Govt) પડતો મૂક્યો છે. ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની સરકાર સમયે અજિત પવારે ગ્રામ્ય સ્તર પર ડીસ્ટ્રીક ડેવલપમેન્ટ ઓફિસર(District Development)ની સત્તા ને આધિન એવો એક વિકાસ પ્લાન બનાવ્યો હતો. આ વિકાસ પ્લાન હવે નવી સરકારે રદ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો :વરસાદી ખાડા એ લીધો પહેલો ભોગ- એક બાઈકરનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના અનેક ધારાસભ્યો(MLAs)એ જ્યારે વિરોધનું બ્યૂગલ ફુંકી દીધું ત્યારે તેમનો આરોપ હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) એવા કામો કરી રહી છે જેને કારણે શિવસેના(Shivsena)નું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. હવે નવી સરકાર આવ્યા પછી શિવસેનાના ધારાસભ્ય આક્રમક થઇ ગયા છે અને સરકાર પાછલી સરકારના નિર્ણયોને ફેરવવા માંડી છે.