223
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
લખીમપુર હિંસાને લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાના છ રાઉન્ડ બાદ સહમતિ બની છે.
સરકારે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવારજનોને 45 લાખ રૂપિયા તથા ઘાયલોને 10 લાખ આપવામાં આવશે.
આ ઉપરાંત મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.
આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક ટકરાવ થયો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.
You Might Be Interested In