ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
ઉત્તર પ્રદેશમાં જિલ્લા પરિષદ ની ચૂંટણી થવાની છે. તે પહેલા પ્રશાસને જોરદાર તૈયારી કરી લીધી છે. લોક ડાઉન ના નિયમ શનિવાર અને રવિવાર છોડીને ખસેડી નાખ્યા છે.
ઉત્તર પ્રદેશમાં આજથી જિમ્નેશિયમ, સિનેમાહોલ, મલ્ટિપ્લેક્સ અને રમત-ગમતના સ્ટેડિયમ સવારે ૭ થી રાત્રે નવ દિવસ દરમિયાન સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લા રહેશે.
નવા નિયમ ના ભાગરૂપે તમામ સિનેમાહોલ મલ્ટિપ્લેક્સ અને સ્ટેડિયમમાં માત્ર 50 ટકા લોકોને હાજર રહેવાની પરવાનગી આપવામાં આવશે.
માત્ર એક સ્ક્રિનના સિનેમાહોલ ને પણ આજથી કામ કરવાની પરવાનગી અપાઇ છે.
તમામ ખાણીપીણીની જગ્યાને 50 ટકા હાજરી સાથે સોમવારથી શુક્રવાર સુધી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
જિમ્નેશિયમ પહેલાની જેમ ચાલુ રહેશે પરંતુ જે જીમ દુષિત ક્ષેત્રમાં આવે છે તે બંધ રહેશે.
શું રંધાઈ રહ્યું છે ભાજપ અને શિવસેના વચ્ચે; બંને પાર્ટીના આ દિગ્ગજ નેતાઓ વચ્ચે અચાનક યોજાઈ ગુપ્ત બેઠક, જાણો વિગત
સરકારી ઓફિસમાં સો ટકા હાજરી સાથે કામ શરૂ થશે.