ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
એક તરફ મહારાષ્ટ્ર સરકાર આર્થિક ભીંસમાં છે, તેમજ પોતાની આર્થિક કમજોરીને હલ કરવા માટે લોકો પર કરવેરા વધારવાનું વિચારી રહી છે. બીજી તરફ ચોંકાવનારી વિગતો આવી છે જે મુજબ ઉદ્ધવ ઠાકરે સરકારે ગત ૧૬ મહિના દરમિયાન પોતાની જાહેરાતો પાછળ 155 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ માહિતી અરજી ના માધ્યમથી ઉપલબ્ધ કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ 2019 થી 12 માર્ચ 2020 દરમિયાન રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જો કે ઉદ્ધવ ઠાકરે સરકારે વર્ષ ૨૦૨૧ થી પોતાના ખર્ચા વધારી દીધા અને ચાલુ વર્ષે, માત્ર સાત મહિનામાં ૧૦૪ કરોડ રૂપિયાની જાહેરાતો આપી.
મોટા સમાચાર : ભારતના આ મોટા રાજ્યમાં આજથી લોક ડાઉન ના નિયમો ખસ્યા. મલ્ટિપ્લેક્સ અને જીમ પણ ખુલ્લુ.
આમ જ્યારથી એન્ટિલિયા કૌભાંડ થયું છે ત્યારથી ઉદ્ધવ ઠાકરે સરકારે પોતાની જાહેરાતો માટે વધુ પૈસા ખર્ચ કરવાના શરૂ કરી દીધા છે.