ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ખાખીમાં રિવોલ્વર સાથે વીડિયો બનાવવો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવો યુપી પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાને ભારે પડ્યો છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી પરેશાન પ્રિયંકાને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો, એટલું જ નહીં તેને નોકરી પણ ગુમાવી પડી છે.
સરકારી રિવોલ્વર સાથે વીડિયો બનાવીને પ્રસિદ્ધિમાં આવેલી મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાએ રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રિયંકાએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો યુનિફોર્મમાં રિવોલ્વર સાથે હતો. વીડિયોમાં કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રા રંગબાઝીમાં યુપીની સરખામણી પંજાબ અને હરિયાણા સાથે કરતી જોવા મળી હતી.
શું તમારા બીજો ડોઝ લીધા પછી છ મહિના થઈ ગયા છે? હવે બુસ્ટર ડોઝ સંદર્ભે આ સંસ્થાએ કહી મોટી વાત.