News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ઘમાસાણ પરાકાષ્ઠાએ છે. મહારાષ્ટ્રમાં જે જોવા મળ્યું બરાબર એવું જ બિહારમાં પણ થવાનું હતું. પરંતુ ફરક એ રહ્યો કે આ સંભવિત ગેમને ઉદ્ધવ ઠાકરે સમજવામાં નિષ્ફળ રહ્યા પરંતુ નીતિશકુમારે પહેલા જ સૂંઘી લીધી. બિહારના રાજકારણમાં સંભવિત ઉથલપાથલનો ખેલ જેવો નીતિશકુમારને ધ્યાનમાં આવ્યો કે તેમણે આરસીપી માટે ફિલ્ડિંગ લગાવી દીધી. હવે આ સમગ્ર મામલો વિસ્તારથી સમજાે.
આરસીપી સિંહ થોડા દિવસ પહેલા નાલંદા પહોંચ્યા હતા જ્યાં 'હમારા મુખ્યમંત્રી આરસીપી જેસા હો' ના નારા લાગ્યા હતા. આ પ્રકરણ બાદથી જ જેડીયુએ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. આરસીપી સિંહ પાર્ટી માટે એકનાથ શિંદે સાબિત થાય તે પહેલા જ તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો. આરસીપી સિંહે પાર્ટી જેડીયુમાંથી રાજીનામું તો આપી દીધુ પરંતુ આ સ્થિતિ કેમ અને કેવી રીતે તૈયાર થઈ એ પણ જાણવું જરૂરી છે. આ સ્ક્રિપ્ટ થોડા મહિના પહેલા જ લખાઈ હતી. જ્યારે તેઓ મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે રહીને તેમના સૌથી ખાસ લોકોમાંથી એક બની રહ્યા. પરંતુ જેવું નીતિશકુમારે આરસીપીને 'પાવર ઓફ એટોર્ની' આપી કે તેઓ હાથમાંથી ગયા. જે કેન્દ્રની સરકારમાં સંખ્યાના આધાર પર નીતિશકુમાર સામેલ ન થયા. જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આરસીપીએ પોતાને કેન્દ્રમાં સંપૂર્ણ રીતે સેટ કરી લીધા અને અહીંથી નીતિશકુમાર અને આરસીપીના રસ્તા અલગ થઈ ગયા.
આ સમાચાર પણ વાંચો : બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં
આરસીપી સિંહ મંત્રી બન્યા બાદ દિલ્હી જતા પટણામાં લલન સિંહ અને ઉપેન્દ્ર કુશવાહા નીતિશકુમાર માટે આંખ અને કાન બની ગયા. આવામાં જ્યારે યુપી ચૂંટણી આવી તો તે સમયે આરસીપી સિંહને ભાજપ સાથે ગઠબંધન કરવાની જવાબદારી સોંપાઈ જેમાં તેઓ નિષ્ફળ ગયા. જેની નીતિશકુમાર પર ઊંડી અસર પડી. બીજી બાજુ જાતીય વસ્તી ગણતરી, જનસંખ્યા નિયંત્રણ પર જેડીયુ અને નીતિશકુમારના કરતા અલગ થઈ આરસીપી સિંહ ભાજપની ભાષા બોલવા લાગ્યા હતા. આવામાં નીતિશકુમારને આરસીપી સિંહ ખટકવા લાગ્યા હતા. આરસીપી સિંહનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો ત્યારે જેડીયુએ તેમને ફરીથી ટિકિટ આપી નહીં. તેમની જગ્યાએ ઝારખંડના ખીરુ મહતોને રાજ્યસભા સાંસદ બનાવી દીધા. આવામાં આરસીપી સંસદ સભ્ય વગર દોઢ મહિના સુધી કેન્દ્રમાં મંત્રી તો રહ્યા પરંતુ આખરે તેમણે જુલાઈમાં રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ તેમની પાસેથી પટણાનું ઘર પણ છીનવી લેવાયું. તેઓ તેમના પૈતૃક ઘર નાલંદાના મુસ્તફાપુરમાં જઈને રહેવા લાગ્યા અને આ દરમિયાન તેઓ અનેક રાજકીય કાર્યક્રમોમાં પણ જવા લાગ્યા.
તો બીજી બાજુ નીતિશકુમાર સુધી એ વાત પહોંચવા લાગી કે આરસીપી સિંહ પાર્ટીને તોડવાની કોશિશમાં લાગ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આરસીપી સિંહ બિહારમાં 'મહારાષ્ટ્રવાળી ગેમ' કરવાની ફિરાકમાં હતા. પરંતુ આ ખેલનો સમગ્ર પ્લોટ પહેલા જ લિક થઈ ગયો અને 'ઓપરેશન આરસીપી' શરૂ થઈ ગયું. એનું જ પરિણામ છે કે તેમના વિરુદ્ધ જેડીયુએ અપાર સંપત્તિની નોટિસ બહાર પાડી. આ એજ જેડીયુ છે જેના સર્વેસર્વા આરસીપી સિંહ હતા અને એવું પણ કહેવાય છે કે તેમના આદેશ વગર જેડીયુમાં એક પત્તું પણ હલતું ન હતું. પરંતુ હવે ખુદ જેડીયુએ જ તેમનું પત્તું કાપી નાખ્યું છે અને તેમને સંપૂર્ણ રીતે અલગથલગ કરી નાખ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં