ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને કે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની મુલાકાતથી કોંગ્રેસ છંછેડાઈ ગયું છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીની મુલાકાતના કલાકો પછી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે ચંદ્રશેખર રાવ ભાજપની સરમુખત્યારશાહી સામે પ્રાદેશિક પક્ષોને એક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ "કોંગ્રેસ વિના તેઓ આ સફળ થશે નહીં,"
નાના પટોલેએ ભાજપ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં ભગવા પાર્ટીની સરકાર સરમુખત્યારશાહી વર્તન કરી રહી છે અને આપણા બંધારણને નષ્ટ કરવાનું કામ કરી રહી છે.
તેલંગાણાના સીએમ કેસીઆર ભાજપની સરમુખત્યારશાહી સામે પ્રાદેશિક પક્ષોને એક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસ વિના, તેઓ આમા સફળ થશે નહીં એવી નારાજગી નાના પટોળેએ વ્યક્ત કરી હતી.
2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટી સામે એક થવાના પ્રયાસરૂપે, તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ આજે તેમના મહારાષ્ટ્રના સમકક્ષ ઉદ્ધવ ઠાકરે અને તેમના કેબિનેટ પ્રધાનોને મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. જોકે આ મુલાકાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવાર અને પક્ષના અન્ય નેતાઓ હતા. પરંતુ કોંગ્રેસ આ મુલાકાતમાં હાજર રહ્યું નહોતું.