વિઝનપોરબંદર@૨૦૪૭ને સાકાર કરવા માટે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને મનોમંથન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર સહિત શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોએ શિક્ષણ થકી વિકાસના નવા આયોમો સર કરવા માટે પોતાના વિચારો વક્ત કર્યાં હતા. જેમાં હોલીસ્ટિક એપ્રોચ ઓફ હેલ્થ એટલે કે અધ્યાત્મ, આયુર્વેદ અને યોગનો સમન્વય કરી એક નવો કોર્સ તૈયાર કરવા માટે મંથન કરાયું હતું. જે કોર્સ તૈયાર થયા બાદ યુનિવર્સિટી હેઠળના અભ્યાસક્રમમાં સામેલ કરાશે.
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ વર્કશોપમાં કલેક્ટરએ જણાવ્યું કે, વિઝન-૨૦૪૭ને સાકાર કરવા માટે ખાસ કરીને એકેડેમિક વર્લ્ડને પણ જોડવામાં આવ્યું છે. એટલે કે, શિક્ષણ દ્વારા નવા સંશોધનો હાથ ધરવામાં આવશે. ટીમ પોરબંદર દ્વારા સુરક્ષિત, સમૃદ્ધ, સમરસ, સુશિક્ષિત, સુપોષિત સ્વસ્થ અને સ્વચ્છની આધારશિલા ઉપર પોરબંદર જિલ્લાની સામાજિક – આર્થિક પ્રગતિને નવી ઉંચાઈએ લઈ જવા માટે વિઝન તૈયાર કરવામાં આવ્યું છે. તેને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે કલેક્ટરએ વિઝન પોરબંદર@૨૦૪૭ની રૂપરેખા આપતા કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધી કહેતા કે, આજે વિઝન બનાવીશુ આવતી કાલે વિકાસ થઈ શકશે. તેના સુત્રને સાર્થક કરી સમૃદ્ધ પોરબંદરનું નિર્માણ કરવા માટે તેમણે આહવાન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Asia Cup 2023: BCCI કરશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કિસ્મતનો નિર્ણય, એશિયા કપ માટે બોલાવી બેઠક
આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ કલેક્ટર શ્રી અશોક શર્માના વિઝનને બિરદાવતા કહ્યુ કે, વિઝન પોરબંદર@૨૦૪૭ના મુખ્ય આધાર સ્તંભો પર સાથે મળીને કામ કરવામાં આવશે તો અવશ્યક આ વિઝનને વાસ્તિકરૂપમાં ફેરવી શકાશે. તેમજ વિઝનને લોકભાગીદારીથી સફળ બનાવવાની નેમ આપણાં સૌની છે. તેમ જણાવી કૃષિ, મત્સ્યદ્યોગ, પ્રવાસન, આરોગ્ય, સહિતના ૧૦ સંકલ્પો સાકાર કરવા શિક્ષણ ક્ષેત્ર જરૂરી સહયોગ આપશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
વિઝન પોરબંદર ૨૦૪૭ને સાકાર કરવા માટે શિક્ષણ સહિત જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવોએ પોતાના રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. નિનામા, નિવાસી અધિક કલેક્ટર એમ.કે. જોષી સહિતના અધિકારીઓને શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Join Our WhatsApp Community