News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર શરૂ થતાની સાથે જ આદિત્ય ઠાકરે ( Aditya Thackeray ) પર ગાળીયો કસવા માંડયો છે. નાગપુર અધિવેશન દરમ્યાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અને રિયા ચક્રવર્તી મામલે વધુ એક વખત તપાસ થઈ શકે છે.
આ ઉપરાંત સંસદમાં શિવસેનાના સાંસદ સભ્ય રાહુલ શેવાળેએ માંગણી મૂકી છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તેમજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની તપાસ અલગ અલગ વાત દર્શાવે છે. આ પરિસ્થિતિમાં તપાસ કરવી જોઈએ કે આ આખા પ્રકરણે આદિત્ય ઠાકરે નો કોઈ રોલ છે કે નહીં.
આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીની મોટી ખરીદી, આ કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદ્યો… 2850 કરોડમાં સોદો
રાહુલ શેવાળેએ એવો આરોપ લગાવ્યો હતો કે રિયા ચક્રવર્તી ના મોબાઈલથી ૪૪ ફોન આદિત્ય ઠાકરે એટલે કે એ યુ નામ ધરાવતા વ્યક્તિને કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિ કોણ છે તેની તપાસ થવી જોઇએ.
Join Our WhatsApp Community