News Continuous Bureau | Mumbai
ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અને પોલીસની વચ્ચે ગુરુવારે જબરદસ્ત ઘર્ષણ થયું હતું. આ સમર્થકો પંજાબના અમૃતસર જિલ્લામાં એક પોલીસ કૉમ્પ્લેક્સમાં ધસી ગયા હતા. તેઓ અમૃતપાલના એક સાથીની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા લોકોએ બંદૂક, તલવાર અને લાકડીઓ લઈને અમૃતસરમાં પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે. પોલીસે તેમને રોકવા માટે બેરિકેડ લગાવ્યા તો તેઓ બેરિકેડ તોડીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા. પોલીસે અમૃતપાલ અને તેના સમર્થકો ની વિરુદ્ધ એક માણસનું અપહરણ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.
Punjab is fast moving back to 1980s – Radical Sikhs, with guns and swords attacking a police station in Amritsar. pic.twitter.com/BL45fvEO1d
— Ashok Swain (@ashoswai) February 23, 2023
આપને જણાવી દઈએ કે અમૃતપાલ ખાલિસ્તાની નેતા છે અને ‘વારિસ પંજાબ દે’ સંગઠન ના અધ્યક્ષ છે.