News Continuous Bureau | Mumbai
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સરકાર દ્વારા અત્યારથી ચૂંટણી પૂર્વેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે,જેના અનુસંધાને આજે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભગવત કરાડ જુનાગઢ આવ્યા હતા અને ગિરનાર પર્વત પર જય માં અંબાજીના દર્શન અને જૈન દેરાસરમાં પણ દર્શન કર્યા હતા. જોકે ગિરનાર પર્વત પર પ્રવાસીઓની જરૂરી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી પડતી મુશ્કેલીઓ અંગે સરકાર દ્વારા સુવિધાઓ ને પ્રાધાન્ય આપી સરકારી મંજૂરી આપવા પ્રયાસ કરવામાં આવશે, તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ પણ આ જ પ્રકારે હૈયાધારણા અપાઈ હતી.
આ અંગે ભાજપના હોદ્દેદારોએ પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી પરંતુ રજૂઆતનો નિકાલ ક્યારે થશે તે અંગે ford પાડ્યો ન હતો. કેન્દ્રીય મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીને લઇ જિલ્લામાં કેન્દ્રની વિવિધ સહાય યોજનાઓની વધુ લોકોને લાભ અને જિલ્લા અને શહેર લેવલે સંગઠન મજબૂત કરવા બે મુદ્દાઓ પર લોકસભાની બેઠક કબજે કરવા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જુનાગઢ અને ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોના પંચાયતી સભ્યો અને અધિકારીઓ સાથે પણ બેઠક કરી .જિલ્લા કક્ષાએ લોકોને મળતી સહાય અંગે માહિતી મેળવી કલેકટર સાથે પણ મીટીંગ યોજી માહિતી મેળવી હતી.
આ સમાચાર પણ વાંચો: આગામી બજેટમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરી શકે છે, આગામી સામાન્ય ચૂંટણીથી પહેલા કેન્દ્રનું આ અંતિમ બજેટ હશે