News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં ફરી એકવાર આશ્ચર્યજનક ઘટના બની છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાગર જિલ્લાના તાપરિયાન, બાનાપુર, બમહોરી, ચિતોરા ગામોમાંથી નવકુંડિયા યજ્ઞના સમાપન પ્રસંગે આવેલા 220 લોકોની ઘરવાપસી કરાવી હતી. ઘરવાપસી કરનારા તમામ લોકો સાગર જિલ્લાના ગામના હોવાનું કહેવાય છે. બાગેશ્વધામ પર વિધિવિધાન સાથે તેમની ઘરવાપસી કરાવી હતી.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અવસર પર બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઘરવાપસી કરવા આવેલા લોકોને પૂછ્યું હતું કે, આપના પર કોઈ પણ પ્રકારનું પ્રેશર તો નથી, શું આપ આપની ઈચ્છાથી આવ્યા છો. તેના પર લોકોએ હાથ ઉંચા કરી કહ્યું કે તેમના પર કોઈ પ્રેશર નથી. આ લોકો હિન્દુ જાગરણ મંચની મદદથી ઘરવાપસી કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ બધા ઈસાઈ બન્યા હતા. અમુક ઈસાઈ ધર્મ અપનાવી લીધો, કોઈ ચર્ચ જવા લાગ્યા હતા. કોઈને આ ધર્મ સારો લાગવા લાગ્યો હતો. આજથી ઘરવાપસી કરી રહ્યા છે. તેમણે ફરી કહ્યુ કે, વિશ્વમાં ફક્ત એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ, બાકી બધા પંથ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ, સંજય રાઉતના 2,000 કરોડ રૂપિયાની ડીલના આક્ષેપ પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પૂછ્યા આ સવાલો