ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ પગપાળા ચારધામ યાત્રા કરી હતી. જોકે સમયની સાથે રસ્તાઓ તેમ જ અનેક પ્રકારના રૂટ બન્યા હોવાને કારણે એ પૌરાણિક રસ્તો હંમેશ માટે ભુલાઈ ગયો. હવે ઉત્તરાખંડ સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અનોખી પહેલ હેઠળ સરકારી યોજના મુજબ 25 જેટલાં ટ્રૅક્ટરો પાંડવોના માર્ગે ચાલીને ચારધામ યાત્રાનો જૂનો રસ્તો ખોળી કાઢશે. વાત એમ છે કે આ રસ્તો કઈ જગ્યાએ થઈને જતો હતો એની નોંધ પુસ્તકોમાં હયાત છે. જોકે આ રસ્તો દુર્ગમ અને અઘરો હોવાને કારણે લોકોએ મોટર માર્ગના રસ્તે ચારધામ યાત્રા શરૂ કરી.
નવી સરકારે નિર્ણય કર્યો છે કે જૂનો રસ્તો શોધવામાં આવશે તેમ જ હરિદ્વારથી ગાઇડની ઉપલબ્ધતા રહેશે જેથી ધાર્મિક લોકો હરિદ્વારથી પગપાળા ચારધામ યાત્રા કરી શકે.
આને કહેવાય કિન્નાખોરી; મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહનો પગાર બંધ કર્યો