News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસે રૂપિયા 123 કરોડના કથિત મુંબઈ બેંક કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રવીણ દરેકર (Praveen Darekar) અને અન્ય ઓપરેટરોને ક્લીનચીટ Clean chit) આપી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કહ્યું છે કે આ તમામ સામે કોઈ પુરાવા મળ્યા નથી. પ્રવીણ દરેકર 2000 અને 2010માં મુંબઈ બેંકના ચેરમેન બન્યા હતા. ત્યારે તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માં હતા.
2015માં બીજેપી કાર્યકર વિવેકાનંદ ગુપ્તાએ પ્રવીણ દરેકર વિરુદ્ધ મુંબઈ બેંકમાં 123 કરોડ રૂપિયાના કૌભાંડનો કેસ નોંધાવ્યો હતો. ગુપ્તાએ ઠાકુર ગામ, કાંદિવલી, દામુનગર અને અંધેરી પૂર્વમાં આવેલી મુંબઈ બેંકની શાખાઓમાંથી ગેરકાયદે લોન લેવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગુપ્તાની ફરિયાદ પર પ્રવીણ દરેકર, શિવાજી નલવડે, રાજા નલવડે અને અન્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી દારેકર ભાજપમાં જોડાયા હતા. આ કેસમાં દસ જેટલા મજૂર સંગઠનોને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : 6 ડિસેમ્બરે મુંબઈના આ વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ