ગત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly election) જૂનાગઢ જિલ્લાની પાંચે બેઠકોના કોંગ્રેસ (Congress) ને ઉમેદવારોને કુલ 3,75,575 મત મળ્યા હતા આ વર્ષે 2022 ની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની બેઠકો પર કોંગ્રેસના તમામ ઉમેદવારોના મળી કુલ 2,16,002 મત મળ્યા છે. ગત ચૂંટણી કરતા કોંગ્રેસને 1,63,573 મત ઓછા મળ્યા છે જ્યારે વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ (BJP) ના પાંચે ઉમેદવારોના મળી કુલ 2,59,779 મત (Vote) મળ્યા હતા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પાંચે ઉમેદવારોના મળી કુલ 3,21,698 મત મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: પોરબંદર જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસ કરતા આપના ઉમેદવારને વધુ મત મળ્યા
ગત ચૂંટણી કરતાં ભાજપના તમામ ઉમેદવારોના મળી કુલ 1,05,698 મતમાં વધારો થયો છે પાંચ વર્ષમાં ભાજપને 1,05,696 મત નો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસના 1,63,573 મતનો ઘટાડો થયો છે. જુનાગઢ જિલ્લામાં સૌપ્રથમવાર ધમાકેદાર એન્ટ્રી સાથે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને 23 હજારથી લઈને 66000 સુધીના મત મળ્યા છે. જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીને સૌથી વધુ 66210 મત મળ્યા છે. આ ઉપરાંત માણાવદર જુનાગઢ માંગરોળ વિસાવદર અને કેશોદના મળી કુલ આમ આદમી પાર્ટીને 1,76,624 મત મળ્યા છે. વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના કુલ મળી 2,16,002 મત અને ભાજપના તમામ ઉમેદવારોના મળી કુલ 3,21,698 મત મળ્યા છે.
Join Our WhatsApp Community