News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેર વડોદરામાં ફરી એકવાર ધાર્મિક વિવાદ છેડાયો છે.આ વખતે અહીંના એમ.એસ યુનિવર્સિટી વિવાદનું કારણ બની છે.અહીં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલય ની બહાર જાહેરમાં બે લોકો નમાજ પઢી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોણ દેખાઈ રહ્યું છે વિડીયોમાં,શું છે વિવાદ
આ વિડીયોમાં કોઈ અજાણ્યો પુરુષ અને મહિલા નમાઝ પેઢી રહ્યા હતા અને જે બાબતે વિડીયો વાયરલ થયો હતો.આ બનાવ સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તપાસની માગણી કરવામાં આવી હતી અને આ મામલે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વીડિયોને લઈને અનેક ચર્ચાઓ
આ વીડિયોને લઈને સમગ્ર શહેરમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વીડિયોને લઈને અનેક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.આ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં દેખાઈ રહેલા બંને લોકો વિદ્યાર્થી ન હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.જોકે આ વ્યક્તિઓ કોણ છે તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી.
આ સમાચાર પણ વાંચો: કોરોના દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ હવે ફરજિયાત . . . .
આ થઇ રહ્યા છે આક્ષેપ
આ બાબતને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નમાજ પઢવામાં આવી રહી છે તે સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ કેમ આવું કરવામાં આવી રહ્યું છે.શિક્ષણના ધામમાં આ કૃત્ય જાહેરમાં કરી ન શકાય તેવો આક્ષેપ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ હિન્દૂ પરિષદ કરી તપાસની માંગ
આ અંગે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જાહેર રોડ,બગીચા અને રેલવે સ્ટેશને નમાજ પઢવામાં આવતી હતી પરંતુ હવે શિક્ષણના ધામની બહાર આવા તત્વો દ્વારા કરવામાં આવે તે વ્યાજબી નથી.આ અંગે તપાસ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે ને યુનિવર્સીટીની બહારના તત્વો દ્વારા નમાઝ પઢનાર કોણ છે તેમણે કેમ કર્યું તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવી અમે માંગણી કરી રહ્યા છીએ.
આ સમાચાર પણ વાંચો: તુનીષા આત્મહત્યા કેસમાં લવ જેહાદની એન્ટ્રી! આ બીજેપી નેતાએ કહ્યું- જો આમાં આવું કંઈ જોવા મળે તો…