News Continuous Bureau | Mumbai
જામનગર થી રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આવા સમયે રવિન્દ્ર જાડેજા પોતાની ધર્મપત્ની ચૂંટણી જીતી જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર થી એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં બાળાસાહેબ ઠાકરે દેખાઈ રહ્યા છે. બાલા સાહેબ ઠાકરે પોતાના વીડિયોમાં કઈ રહ્યા છે કે જો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડવામાં આવે તો ગુજરાત કાયમી ધોરણે જતું રહેશે.
બાળાસાહેબ ઠાકરેનો આ વિડીયો આજથી દસ વર્ષથી પહેલાનો છે. અને આજે તેનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
Abhi bhi time hai samaj jao gujaratiyo🙏🏻 #respect #balasahebthackeray pic.twitter.com/bwjO3Jj7iq
— Ravindrasinh jadeja (@imjadeja) November 30, 2022
આ સમાચાર પણ વાંચો: BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….
Join Our WhatsApp Community