News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું હાર્લનું વલણ દર્શાવે છે કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે અને સરકાર દર વખતે બદલવાનો રિવાજ બદલાયો નથી. કોંગ્રેસ પાર્ટીએ સતત લીડ જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં અત્યર સુધી આંકડાઓ કોંગ્રેસની તરફેણમાં છે. ભાજપ ખૂબ પાછળ જોવા મળી રહી છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શિમલા પહોંચી ગયા છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે. કોંગ્રેસના વિજેતા ધારાસભ્યોને રાજસ્થાન શિફ્ટ કરવામાં આવશે. કોંગ્રેસને ડર છે કે તેમના ધારાસભ્યો સાથે હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્સ ટ્રેડિંગથી બચવા માટે હિમાચલ કોંગ્રેસે પોતાના વિજયી ધારાસભ્યોને રાજસ્થાન શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન્ડમાં કોંગ્રેસના ઘણા નેતાઓ આગળ છે: પ્રતિભા સિંહ
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના કાઉન્ટિંગ ટ્રેન્ડમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ આગળ ચાલી રહ્યા છે. આ નેતાઓમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી, વરિષ્ઠ નેતા સુધીર શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહનો સમાવેશ થાય છે. દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતિભા સિંહે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવાની આશા વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસને ઓછામાં ઓછી 40-42 બેઠકો મળશે.
આ સમાચાર પણ વાંચો:2017માં કોંગ્રેસને પાટીદાર આંદાલન ફળ્યું, 2022માં કોંગ્રેસને શું આપ નડ્યું, જાણો કોંગ્રેસની ઓછી સીટોના કારણો
લોકશાહીને બચાવવા કંઈ પણ કરીશું: વિક્રમાદિત્ય સિંહ
કોંગ્રેસના નેતા વિક્રમાદિત્ય સિંહે કહ્યું, ‘લોકતંત્રની રક્ષા માટે અમે કંઈ પણ કરીશું. ભાજપ કંઈ પણ કરી શકે છે.’ કોંગ્રેસ 38 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 26 સીટો પર આગળ છે. ભાજપે 1 સીટ જીતી લીધી છે. અપક્ષ 3 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના વિજેતા ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવામાં આવી શકે છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ વિજેતા ધારાસભ્યો ચંદીગઢમાં એકઠા થશે. આ પછી ચંદીગઢમાં બેઠક થશે. બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને શું કરવું તે નક્કી કરવામાં આવશે. ધારાસભ્યોને રાજસ્થાન અથવા ચંદીગઢ શિફ્ટ કરી શકાય છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને ધારાસભ્યોને લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.