News Continuous Bureau | Mumbai
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. અહીં આવતા ભક્તોને હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ મળશે. અંબાજી મંદિરમાં માને ધરાવવામાં આવતો રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ ભક્તોને આજથી જ મળવાનું બંધ થઇ જશે. આજથી જ ભક્તોને ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવશે.
મહત્વનું છે કે ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકશે. સૂકા પ્રસાદની રજૂઆત અને મંતવ્યો બાદ મંદિરના પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ ચાલુ છે. જો કે અમુલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે. જે મંદિરોની માગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ રાશિના લોકો ખાવા-પીવાની બાબતમાં બીજાને માત આપે છે, ચરબી વધારતી વસ્તુઓ વધુ પસંદ કરે છે