ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે શ્વાનોના બચકાં ભરવાના બનાવોમાં ખુબજ વધારો થતા શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કેટલા બનાવ બન્યા તે અંગેની વિગતો મગાવી હતી. જેમાં બહાર આવ્યું છે કે 1 જાન્યુઆરીથી 25 નવેમ્બર સુધીમાં ડોગબાઈટના 3716 બનાવ બન્યા છે.
મનપાએ આપેલી વિગત મુજબ સૌથી વધારે નાના મૌવા આરોગ્ય કેન્દ્રમાં 427 લોકો સારવાર માટે આવ્યા હતા ત્યારબાદ 322 કેસ સાથે મવડી આરોગ્ય કેન્દ્ર બીજા ક્રમે છે. આ બંને આરોગ્ય કેન્દ્રના વિસ્તારો એકબીજાની નજીક જ છે તેથી આ વિસ્તારમાં શ્વાનો વધુ આક્રમક હોવાનું જણાયુ છે. જ્યારે સૌથી ઓછા 46 કેસ રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે. આ માટે અપાતાં ઈંજેક્શનના 26140 ડોઝ વપરાઈ ચૂક્યા છે . આ આંક તો ફક્ત આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેનારા લોકોની જ છે, ખાનગી હોસ્પિટલમાં ઈંજેક્શન લેનારાઓની સંખ્યા સમાવિષ્ટ નથી.
આ આંક મળતા જ દંડકે અધિકારીઓ અને પ્રાણી રંઝાડ વિભાગ પાસે કાયમી ઉકેલ અંગે માહિતીઓ ભેગી કરી તેમજ અહેવાલ તૈયાર કરવા સૂચના આપી છે અને ત્યારબાદ બેઠક કરીને હાલની કામગીરીમાં સુધારા વધારા કરીને શ્વાનો અને શહેરીજનો વચ્ચેનુ ઘર્ષણ કેવી રીતે અટકે તેના પર વિચારણા કરાશે. મનપાએ આપેલી વિગત મુજબ સૌથી વધારે નાના મૌવા આરોગ્ય કેન્દ્રમાં 427 લોકો સારવાર માટે આવ્યા હતા ત્યારબાદ 322 કેસ સાથે મવડી આરોગ્ય કેન્દ્ર બીજા ક્રમે છે. આ બંને આરોગ્ય કેન્દ્રના વિસ્તારો એકબીજાની નજીક જ છે તેથી આ વિસ્તારમાં શ્વાનો વધુ આક્રમક હોવાનું જણાયુ છે. જ્યારે સૌથી ઓછા 46 કેસ રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે.
Join Our WhatsApp Community