News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા ( Indore ) પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ટ્રાફિક પોલીસકર્મી ( Driver ) કારના બોનેટ ( dragging cop on car bonnet ) પર લટકી રહ્યો છે અને કાર ઝડપથી આગળ વધી રહી છે. ચાર કિલોમીટર પછી કારને રોકી દેવામાં આવી હતી અને આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
જુઓ વિડીયો…
In Indore, the traffic police officer stopped the white car for violating the traffic rules, then the car driver tried to run it over the police officer. Two weapons were also recovered from the car, a pistol and a revolver. pic.twitter.com/9qoGxzR3VH
— Nikhil Choudhary (@NikhilCh_) December 12, 2022
મળતી માહિતી મુજબ, આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની છે. આનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે કોન્સ્ટેબલને કાર ચાલક દ્વારા કેવી રીતે હેરાન કરવામાં આવ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે પોલીસની ટીમ આવતા-જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી અને કેટલાકના ચલણ પણ કરી રહી હતી.
આ સમાચાર પણ વાંચો: એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ.. આ બિઝનેસમેન બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ.. જુઓ ટોપ-10 ધનિકોની યાદીમાં કોણ કોણ છે શામેલ..
દરમિયાન આ કાર ચાલક ત્યાંથી નિયમોનો ભંગ કરીને જતો રહ્યો હતો. રોકવાનો ઈશારો કર્યો તો તે ભાગવા લાગ્યો. આ જોઈને પોલીસકર્મી પણ કારના બોનેટ પર લટકી ગયો. ત્યારે કાર ચાલકે રોકવાના બદલે કારની સ્પીડ વધારી દીધી અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે બાદમાં અન્ય પોલીસકર્મીઓએ કારનો પીછો કરી અન્ય સાથીદારોની મદદથી રસ્તાની વચોવચ ટ્રક મૂકીને કારચાલકને અટકાવ્યો હતો.. હાલ આરોપીની ધરપકડ કરીને કેસ નોંધવામાં આવ્યો છે.
Join Our WhatsApp Community