News Continuous Bureau | Mumbai
વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા એટલી હદે વધી રહી છે કે, હવે દિન પ્રતિદિન સામાન્ય બની ગઇ છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો પશુપાલકો હુમલો કરવા સાથે પશુઓને મુક્ત કરાવી જાય છે. જોકે આ બધામાં નિર્દોષ પ્રજા ભોગ બને છે. ત્યારે વડોદરાના માણેજા વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાના મોતથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ઢોર પાર્ટીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
#વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી #ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, #તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો #જીવ.. જુઓ #વિડીયો.. #Gujarat #vadodra #cow #attack #viralvideo pic.twitter.com/csAfBGFaBw
— news continuous (@NewsContinuous) March 4, 2023
બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠાં થઇ ગયા હતા અને ગાયને વૃદ્ધાથી દૂર કરી હતી. સ્થાનિકોએ અહીંના પશુપાલકો પર આકરા આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, અહીં ગાયોનો ત્રાસ ઘણા સમયથી છે. મોડી રાત્રે આવીએ, ત્યારે પણ ગાયો રખડતી હોય છે. આ પહેલા પણ એક વ્યક્તિ પર ગાયે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બાળકોને લઇને રસ્તા પરથી પસાર થઇએ, ત્યારે રખડતી ગાયો જોઈ ખૂબ ડર લાગે છે.
આ સમાચાર પણ વાંચો : બે ફાસ્ટ ટ્રેન વચ્ચે ફસાઈ ગયો ઘોડો, જીવ બચાવવા વાપરી એવી ચાલાકી કે, જોતા રહી જશો તમે પણ… જુઓ વિડીયો..
દરમિયાન આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે. જોકે, આ ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું છે, મૃતદેહને પોસમોટમ અર્થે મોકલી ગાયો ના માલિકોને શોધવાની કામગીરી હાથધરી છે..
Join Our WhatsApp Community