News Continuous Bureau | Mumbai
આમ તો ગજરાજને પ્રાણીઓમાં સૌથી શાંતિપ્રિય પ્રાણી માનવામાં આવે છે, પરંતુ ઝારખંડમાં તેનાથી વિપરીત તસવીરો સામે આવી રહી છે. ત્યાં એક હાથીએ હંગામો મચાવ્યો છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ કે વહીવટીતંત્રે વિસ્તારમાં કલમ 144 લગાવવી પડી છે. સરકારી આંકડાઓ અનુસાર, ઝારખંડના પાંચ જિલ્લામાં એક હાથીએ છેલ્લા 12 દિવસમાં 16 લોકોને કચડી નાખ્યા છે. જેમાં હજારીબાગ, રામગઢ, ચતરા, લોહરદગા અને રાંચી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છે.
રાજધાનીમાં ગજરાજનો આતંક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજધાની રાંચીના ઇટકી બ્લોકમાં હાથીએ 5 લોકોને કચડી નાખ્યા. જેમાંથી 4નું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ ઇટવા ઓરાઓન રિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને વન વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
વન વિભાગની અપીલ
નોંધનીય છે કે ટોળાથી અલગ થયા બાદ રાંચીના ઇટકી વિસ્તારમાં એક હાથી ફરતો હોવાની પ્રશાસનને પહેલાથી જ જાણ હતી. આ કારણોસર, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને , રાંચી (સદર) એસડીઓએ આગામી આદેશ સુધી ઇટકીમાં કલમ-144 લાગુ કરી દીધી છે. આ અંતર્ગત એક જગ્યાએ 5 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. લોકોને ઘરની બહાર કે નિર્જન વિસ્તારોમાં જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે હાથીના આસપાસ જવું નહીં. તેને ભગાડવાનો પ્રયાસ કરશો નહીં. કારણ કે તે વધુ ગુસ્સે થઈ શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપમાં રોકાણથી LICને મોટો ફટકો, 50 દિવસમાં 50,000 કરોડનું નુકસાન!
Join Our WhatsApp Community