ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
રાજ્ય સરકારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, મૃત્યુ ટોલ પૉર્ટલ પર 11,617 વધારાનાં મોત નોંધાયાં નથી. સંબંધિત જિલ્લા સર્જનોને રજિસ્ટ્રેશન ન કરાવવાની સ્થિતિમાં કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એકવાર રેકૉર્ડ પૂર્ણ થયા બાદ રાજ્યમાં મૃત્યુઆંકમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો થવાની સંભાવના છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ? એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ રાજ્યમાં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦થી ૨૦ મે સુધીમાં થયેલાં11,617 મૃત્યુની નોંધણી પૉર્ટલ પર થઈ નથી. રાજ્યના અપર મુખ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે અધિકારીઓના વોટ્સઍપ ગ્રુપમાં આ બાબતે મૅસેજ કરી અધિકારીઓનું ધ્યાન આ તરફ દોર્યું હતું.
બિલ્ડર હવે મન મરજી મુજબ માળ નહીં ચડાવી શકે; આવી ગયો આ કડક નિયમ
ઉલ્લેખનીય છે કે આ નોંધણી ન થયેલાં11,617 મૃત્યુમાંથી સૌથી વધુ 5,768 મૃત્યુ પુણેમાં થયાં છે. મુંબઈમાં આ સંખ્યા 1,604,ઔરંગાબાદમાં 1086, નાગપુરમાં 1,893 છે તેમ જ નાસિકમાં આ આંકડો 427નો છે.