208
Join Our WhatsApp Community
આજે સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલ સહિત 16 કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. એકંદરે ભાજપમાં ‘દાદા’ તરીકે જાણીતા ભૂપેન્દ્રભાઈ પટેલનું અત્યાર સુધીના સૌથી નાના મંત્રીમંડળને આજે પોતાના શપથ ગ્રહણ કર્યા હતા. દરમિયાન હવે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરી દેવામાં આવી છે.
કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યું, જુઓ લિસ્ટ
ક્રમ | નામ | ક્યું ખાતું અપાયું |
1 | કનુ દેસાઈ | નાણા ઉર્જા |
2 | ભાનુબેન બાબરીયા | સામાજિક અને અધિકારીક્તા |
3 | કુબેર ડિંડોર | પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી |
4 | બળવંતસિંહ રાજપૂત | ઉદ્યોગ મંત્રાલય |
5 | ઋષિકેશ પટેલ | આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ |
6 | રાઘવજી પટેલ | કૃષિ અને પશુપાલન |
7 | મૂળુભાઈ બેરા | પ્રવાસ અને વન પર્યાવરણ |
8 | કુંવરજી બાવળિયા | પાણી પુરવઠા |
આ સમાચાર પણ વાંચો: Budget 2023-24 : મોદી સરકાર તૈયાર કરી રહી છે માસ્ટર પ્લાન.. અધધ.. આટલા લાખની આવક ધરાવનારાઓએ નહીં ભરવો પડે ઇન્કમટેક્સ!
રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ
ક્રમ | મંત્રી નામ | રાજ્યકક્ષાના મંત્રી | જીતેલ બેઠક |
1 | જગદીશ પંચાલ | સહકાર મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) લઘુ, સૂક્ષ્મ અને ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડયન ( રાજ્યકક્ષા) | નિકોલ |
2 | હર્ષ સંઘવી | ગૃહ અને રમત ગમત | મજૂરા |
3 | ભીખુસિંહ પરમાર | ન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુ | મોડાસા |
4 | બચુ ખાબડ | પંચાયત કૃષિ | દેવગઢબારિયા |
5 | પ્રફુલ પાનસેરીયા | સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ | કામરેજ |
6 | મુકેશ પટેલ | વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા | ઓલપાડ |
7 | કુંવરજી હળપતિ | આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ | માંડવી- ST-18 |
8 | પરસોત્તમ સોલંકી | મત્સ્ય અને પશુપાલન વિભાગ | ભાવનગર ગ્રામ્ય |