News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે ( Gujarat court ) 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.
28 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ( Godhra riots case ) રેલવે સ્ટેશન પર સ્થાનિક લોકોએ સાબરમતી એક્સપ્રેસના બે કોચને આગ ચાંપી દીધી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો આ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લામાં થયેલી હિંસામાં 22 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: શું સંસદની નવી ઇમારતમાં રજૂ કરવામાં આવશે બજેટ? ચર્ચાએ જોર પકડતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કરી આ સ્પષ્ટતા
આ કેસમાં બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું કે ગોધરાની ઘટના બાદ હાલોલ ગામમાં ફાટી નીકળેલા તોફાનોમાં 17 લોકોના મોત થયા હતા. આ કેસમાં 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 8ના મોત સુનાવણી દરમિયાન થયા હતા. એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે મંગળવાર 24મી જાન્યુઆરી 2023ના રોજ તમામ 22 આરોપીઓને આ આરોપીઓ સામે મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
Join Our WhatsApp Community