News Continuous Bureau | Mumbai
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બેફામ બનેલા અસામાજિક તત્વોને પોલીસનો હવે બિલકુલ ડર રહ્યો નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં શુક્રવારે લોન માટે આવેલા એક ગ્રાહકે કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારીએ જરૂરી ડોક્યુમેન્ટ માગતા ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ થપ્પડો ઝીંકી દીધી હતી. આ ઘટનામાં બેંકના કર્મચારીએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે હુમલો કરનાર વ્યક્તિ બેંકના કર્મચારીને માર મારવા લાગે છે ત્યારે અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવે છે અને હુમલો કરનાર શખસને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તે સમયે હુમલો કરનાર વ્યક્તિની સાથે રહેલા અન્ય વ્યક્તિ પણ મારામારી કરતો જોવા મળી રહ્યો છે. બેંકના કર્મચારી સાથે ધોળે દિવસે જે રીતે મારામારીની ઘટના બની તેના કારણે બેંકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ રીતસરના ફફડી ઊઠ્યા હતા.
Goons entered Nadiad Branch and assaulted @BankofIndia_IN officer with castiest remarks, & threaten for life.
Arrest them. #BankerSafety
@SPKheda @collectorkheda @GujaratPolice @dgpgujarat @nsitharaman @DFS_India pic.twitter.com/QXCuEU7gZs— Newton Bank Kumar (@idesibanda) February 3, 2023