News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે.
સોમવારે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ કોરોના પોઝિટિવ છે.
જોકે સીએમમાં લક્ષણો નથી અને સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કર્યા છે.
સીએમ સુખુનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે.
સાથે જ એ વાત પર પણ શંકા છે કે સીએમ શિમલા પાછા ફરશે કે દિલ્હીમાં જ રહેશે.
જોકે, એવુ જણાવાઈ રહ્યુ છે કે તેઓ દિલ્હીમાં જ હિમાચલ સદનમાં ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન રહેશે.
આ સમાચાર પણ વાંચો: આતૂરતાનો અંત / બજેટ પહેલા સરકારે કરી મોટી જાહેરાત, આ વસ્તુ પર ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ