News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારે હાઉસિંગ સોસાયટીઓને લઈને બહુ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ઓછી સભ્ય સંખ્યા ધરાવતી રાજ્યની હાઉસિંગ સોસાયટીઓને તેની ચૂંટણીના આયોજન માટે હવે સરકારી અધિકારીની નિમણૂક કરવાની આવશ્યકતા રહેશે નહીં.
મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય 250 કરતા ઓછા સભ્યો ધરાવતી હાઉસિંગ સોસાયટીઓને જ લાગુ પડશે. તેને લગતો અંતિમ આદેશ આગામી 15 દિવસમાં બહાર પડાશે.
આ સમાચાર પણ વાંચો : હવે આ રાજ્યમાં ધર્માંતર વિરોધી ખરડો પસાર કરાયો. વટાળ પ્રવૃત્તિને રોકવા લેવાયેલું પગલું. કોંગ્રેસે કર્યો વિરોધ.
સહકાર ખાતાના પ્રધાન બાળાસાહેબ પાટીલના જણાવ્યા મુજબ સરકારના આ નિર્ણયથી ઓછા સભ્ય ધરાવતી હાઉસિંગ સોસયાટીઓનો આર્થિક બોજો ઘટી જશે. આ શ્રેણીમાં આવતી હાઉસિંગ સોસાયટીઓ તેમના પોતાના કોઈ પણ એક સભ્યની રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરી શકશે. જોકે તે સભ્યે ઉમેદવારી કરી હોવી ન જોઈએ. તેમ જ તે સભ્યનું સોસાયટીઓનું મેન્ટેન્સ કે પછી અન્ય કોઈ રકમ બાકી હોવી ન જોઈએ.