ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાની સાથે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ બંને વચ્ચે વર્ષોથી યુતિ હોવા છતાં તાજેતરમાં મહારાષ્ટ્રના માલેગાંવમાં મહાનગરપાલિકાના કોંંગ્રેસના તમામ 28 નગરસેવકો NCPમાં જોડાયા હતા, જેનાથી કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગયું હતું..માલેગાંવના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાશિદ શેખ અને મેયર તાહિરા શેખે આ મુદ્દે પાર્ટીને પત્ર સોંપ્યો હતો. તેઓ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારની હાજરીમાં NCPમાં જોડાયા હતા.આગામી નગરપાલિકાની ચૂંટણીના પગલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં યોજાયેલા NCPના કાર્યક્રમમાં રશીદ શેખ અને તાહિરા શેખ સહિત 28 નગરસેવકોએ પક્ષપલટો કર્યો હતો. આ પ્રસંગે અજિત પવાર અને મંત્રી જયંત પાટીલ સહિત NCPના ઘણા અગ્રણી નેતાઓ હાજર હતા.
તો કરિયાણાની દુકાનમાં વાઈન વેચાતુ મળશે! આજની કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા; જાણો વિગત
આ પહેલા પૂર્વ ધારાસભ્ય આસિફ શેખ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા. હવે તેના પિતા ધારાસભ્ય રશીદ શેખ અને માતા મેયર તાહિરા શેખ અને 28 કોંગ્રેસી નગરસેવકો સાથે NCPમાં જોડાયા છે. રાશિદ શેખ કોંગ્રેસના વફાદાર ગણાતા હતા. એટલું જ નહીં, રાશિદ શેખ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર અને નજીકના માનવામાં આવતા હતા. છતાં NCP આ પુરા પરિવારને પોતાની તરફ ખેંચી જવામાં સફળ રહી છે.