ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં હવે સુપર માર્કેટ, જનરલ સ્ટોર અથવા વોક-ઈન સ્ટોરમાં વાઇન વેચાણ માટે ઉપલબ્ધ થાય એવી શક્યતા છે. રાજ્યમાં વાઈનના વેચાણથી મળતા મહેસુલને વધારવા માટે રાજ્ય સરકાર આજની કેબિનેટમાં આ મુદ્દે મોટો નિર્ણય લે એવી ચર્ચા છે.
રાજ્ય સરકાર મહેસુલમાં વધારો કરવા માટે નવા વાઇન વેચાણનો પ્રસ્તાવ લાવવાની છે. આ પ્રસ્તાવને કારણે રાજ્યના મહેસુલ માં કરોડો રૂપિયાની ભર પડશે એવું માનવામાં આવે છે.
જો આજની કેબિનેટમાં આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો રાજ્યની સુપર માર્કેટ, વોક-ઈન સ્ટોર અને જનરલ સ્ટોરમાં વાઈન નું વેચાણ કરવું શક્ય બનશે.
કેન્દ્ર પાસેથી મળનારી GST રકમ થશે બંધ, ખાદ્યને પહોંચી વળવા મહારાષ્ટ્ર લેશે આ પગલા. જાણો વિગત
આ દરમિયાન ભાજપ દ્વારા સરકારની આ નવી વાઈન વેચાણની પોલિસીનો વિરોધ થઈ રહ્યો છે. તેથી રાજ્ય સરકાર આ પ્રસ્તાવ માન્ય કરે તો પણ તેમને ભાજપનો મોટો વિરોધ સહન કરવો પડી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે હવેથી કેન્દ્ર સરકાર પાસેથી ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી)નું નુકસાનની ભરપાઈ મળતી બંધ થવાની છે. તેથી રાજ્યને આર્થિક નુકસાન થવાનું છે. તેથી મહેસુલ માટે સરકાર અન્ય વિકલ્પો તરફ નજર માંડી રહી છે.