ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
નાશિકમાં પિંપલગામ, બસવંત અને આસપાસના કાંદાના વેપારીઓ આવકવેરા વિભાગના રડારમાં આવી ગયા હતા. છ દિવસ પહેલાં નાશિકમાં ઇન્કમ ટૅક્સે આ વેપારીઓની ઑફિસ, ગોદામ અને નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી સતત ચાર દિવસ સુધી ચાલી. એમાં 26 કરોડની રોકડ રકમ મળી હતી. એવી જાણકારી મળી છે કે આ રકમની ગણતરી કરવા માટે ઇન્કમ ટૅક્સની ટીમને 19 કલાક લાગ્યા હતા.
દીપડાએ મચાવ્યો કાળો કેર : આરે કૉલોનીમાં ફરી સિનિયર સિટિઝન પર થયો હુમલો; જાણો વિગત
આ બાબતે મળેલી માહિતી મુજબ આવકવેરા વિભાગના અંદાજે 200 જેટલા કર્મચારીઓની ટીમ દરોડા પાડવા નાશિકના વિવિધ ઠેકાણે કાંદાના કર્મચારીઓનાં ગોદામ, નિવાસ્થાન પર પહોંચી હતી. આ તમામ કાર્યવાહી ચાર દિવસ સુધી ચાલી. બુધવારે શરૂ થયેલી કાર્યવાહી શનિવારે પૂર્ણ થઈ હતી. વિભાગે ૨૬ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. ઉપરાંત 100 કરોડથી વધુ બેહિસાબી રકમનો પણ ખુલાસો થયો છે. જપ્ત કરેલી રકમ ગણવામાં ઇન્કમ ટૅક્સના 80 કર્મચારીઓને 19 કલાક લાગ્યા હોવાની માહિતી પણ મળી છે. આ ટીમે નાશિક અને પિંપલગાવની અમુક બૅન્કમાં રકમ ગણવાનું શુક્રવારે સવારે 11 વાગ્યે શરૂ કર્યું, જે શનિવારે સાંજે સાત વાગ્યે પૂર્ણ થયું હતું.