News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના કોટામાં કોચિંગ વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. આ વખતે હોસ્ટેલ સંચાલકની બેદરકારીના કારણે વિદ્યાર્થીના મોતની ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટામાં NEET કોચિંગ કરી રહેલા એક વિદ્યાર્થીનું હોસ્ટેલના છઠ્ઠા માળેથી પડી જવાથી મોત થયું હતું. આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યો છે. જેમાં વિધાર્થી સાથે શું થયું તે જોઈ શકાય છે.
कोचिंग छात्र के साथ दर्दनाक हादसा। 6 मंजिल से नीचे गिरने का वीडियो वायरल pic.twitter.com/8c8HVmes6w
— dinesh kashyap (@newskotadk) February 3, 2023
અકસ્માત બાદ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટના કોટાના જવાહર નગર એલન સમુનાત બિલ્ડીંગની સામે બની હતી. મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળનો રહેવાસી વિદ્યાર્થી મિત્રો સાથે બાલ્કનીમાં બેઠો હતો અને જ્યારે તે રૂમમાં જવા ગયો ત્યારે તેનું બેલેન્સ બગડ્યું અને બાલકનીની જાળી તૂટતાં તે નીચે પડી ગયો. બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપમાં રોકાણ કરવું ભારે પડ્યું આ સરકારી કંપનીને, રોકાણકારોના 10 દિવસમાં ડૂબી ગયા 30 હજાર કરોડ રૂપિયા..
Join Our WhatsApp Community