News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્કૂટી પર રોમાન્સ કર્યા બાદ હવે કારની સનરૂફ ખોલીને રોમાન્સ કરતો કપલનો એક વીડિયો વાયરલ થયો છે. આ પહેલા હઝરતગંજ જેવા પોશ વિસ્તારમાં રોડની વચ્ચે એક્ટિવા પર રોમાન્સ કરતા યુવક અને યુવતીનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
હવે લખનઉના લોહિયા પથ પર એક લક્ઝુરિયસ કારનો સનરૂફ ખોલીને રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવક અને યુવતી એકબીજાને લપેટાઈને રોમાન્સ કરતા અને કિસ કરતા જોવા મળે છે. આ કારની પાછળ દોડી રહેલી કારમાં બેઠેલા એક વ્યક્તિએ આ કપલની હરકતોનો વીડિયો ઉતારી લીધો હતો.
જુઓ વિડિયો
#लखनऊ: हजरतगंज में स्कूटर पर अश्लीलता करने वाले कपल के बाद अब लोहिया पथ पर कार की सनरूफ खोलकर खुलेआम आपत्तिजनक हरकतें कर रहे कपल का वीडियो सोशल मीडिया पर वायरल। pic.twitter.com/QnzggCUmZw
— Ankur Dixit (@AnkurUP32_) January 23, 2023
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લખનૌ પોલીસ એક્શનમાં આવી અને વીડિયોની નોંધ લીધી છે સાથે આ મામલે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ CCTVની તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો: અંધાધૂંધ ફાયરિંગથી હચમચી ઉઠ્યું અમેરિકા, 24 કલાકમાં બે અલગ શહેરોમાં ગોળીબાર, 2 વિદ્યાર્થીઓ સહિત આટલા લોકોના મોત
Join Our WhatsApp Community