News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે સરકારે(Shinde sarkar) તમામ તહેવારો ધૂમધામથી ઊજવવાની(festival Celebrating ) મંજૂરી આપી છે. એ સાથે જ મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળને(Public Ganeshotsava Mandal) લઈને અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. તે મુજબ હવે મંડળોને પાંચ વર્ષમાં એક જ વખત મંજૂરી લેવાની રહેશે.
કોરોનાને(Corona) કારણે છેલ્લા બે વર્ષથી મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ સાદાઈ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. તેથી ભક્તો આ વર્ષે ગણેશોત્સવ(Ganeshutsav) ધૂમધામ પૂર્વક ઊજવી શકવાના છે. તેમાં હવે રાજ્યમાં ગણેશ મંડળોએ જે વિવિધ પરમિશન લેવાની હોય છે તે હવે પાંચ વર્ષમાં એકવાર લેવાની મુખ્યમંત્રીએ(CM) જાહેરાત કરી છે. તેનાથી ગણેશમંડળોનું મોટું ટેન્શન ઘટી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતને હલાવી નાખતો કિસ્સો-7800 વિદ્યાર્થી બોગસ રીતે ક્વોલિફાય થયા- હવે તપાસ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath Shinde) બુધવારે જાહેરાત કરી હતી કે ગણેશમંડળોને જુદી જુદી પરમિશન વન વિન્ડો યોજના (One window scheme) હેઠળ મળશે. મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) ખાતે યોજાયેલી ગણેશોત્સવ કાર્યકારી બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પાલિકાની પેવેલિયન ફી(Pavilion fee) પણ માફ કરવામાં આવી છે.
એ સાથે જ આ વખતે મહારાષ્ટ્ર સરકારે ગણેશ મંડળો અને ભક્તોને પાંચ દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર(Loud speaker) વગાડવાની છૂટ આપવામાં આવી છે. તેથી આ વર્ષનો ગણેશોત્સવ ગણેશભક્તો(Ganesh devotees) ધામધૂમથી ઉજવી શકશે.
આ દરમિયાન શિંદે સરકારે વિસર્જન શોભાયાત્રામાં(Visarjan) બીજા દિવસે સવારે છ વાગ્યા પછી મંડળોને પરંપરાગત વાજિંત્રો વગાડવા દેવાની અને પોલીસ કાર્યવાહી ન કરે એ બાબતે બનતુ કરવાનું આશ્વાસન આપ્યું છે.